રાજસ્થાનના ચુરુમાં મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ કંપનીમાં ઘુસી 4શખ્સોએ 17 કિલો સોનું જેની કિંમત રૂ. 9 કરોડ અને 8.92 લાખ રૂપિયાની લુંટ ચલાવી હતી.તસ્કરોએ માત્ર 12 મિનિટમાં જ આ ગુનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ હરિયાણા બોર્ડર સહિતના નજીકના જિલ્લાઓમાં નાકાબંધી કરવામાં આવી હતી. અને હરિયાણા માંથી ત્રણ જ કલાકમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી લીધી છે.
પોલીસે જણાવ્યું હતું કે લુટારુઓ કારથી રાજસ્થાનના ચુરુથી હિસાર તરફ ભાગી રહ્યા હતા. અને રાજસ્થાન પોલીસે તેનો પીછો કર્યો હતો.જેમાં બે ની ધરપકડ કરવામાં આવી છે. ચુરુના રિલાયન્સ મોલ પાસે મનપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ ગોલ્ડ લોન શાખા છે. સોમવારે બપોરના ત્રણ વાગ્યાના સુમારે 4 લૂંટારુઓ અહીં પહોંચ્યા હતા. તે દરમિયાન શાખામાં મેનેજર સહિત 4 લોકો હાજર હતા. શખ્સોએ દરેકને હથિયાર બતાવી ધમકી આપી હતી અને સોનાના દાગીના અને રોકડ રકમ લઇને નાસી છૂટ્યા હતા. બનાવની માહિતી પોલીસ કાફલો સહિત એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
શાખાના વડાએ જણાવ્યું હતું કે, આ સખ્શો સોનાની લોન લેવાનું કહીને શાખાની અંદર પ્રવેશ્ય હતા. અને બાદમાં તેઓએ બંદુક બતાવી બ્રાંચનું શટર બંધ કરી 17 કિલો સોનું અને 9લાખ રોકડ રકમની લુંટ ચલાવી નાશી છુટ્યા હતા. બાદમાં બાઇક ઉપર જતા બે લૂંટારુઓનાં ફૂટેજ સામે આવતા પોલીસે બાઇક નંબર ઓળખીને શોધખોળ શરૂ કરી હતી. અને બે ની ધરપકડ કરવામાં આવી છે.