જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં સાયોના શેરીમાં પોલીસે બાતમીના આધારે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગર રમતા ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.10,450 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ચાર શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં સાયોના શેરીમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રંજનકુમાર રામબોધ રાય, સુભાષ પ્રભુનાથ રામ, નંદકિશોર પ્રભુનાથ રામ અને મંજય વિપત રામ નામના ચાર શખ્સોને રૂા.10450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રમેશ ભાનજી વિરમગામા, કાનજી બચુ મકવાણા, લખમણ નાનજી આરઠીયા, વિપુલ ચંદુ પરમાર નામના ચાર શખ્સોને રૂા.1240 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.