Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપોલીસને બાતમી આપો છો તેમ કહી બે મિત્રોને ચાર શખ્સોએ લમધાર્યા

પોલીસને બાતમી આપો છો તેમ કહી બે મિત્રોને ચાર શખ્સોએ લમધાર્યા

લાકડાની સોટી અને ઢીકાપાટુનો માર માર્યો : ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી : પોલીસ દ્વારા ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરમાં સુમરા ચાલી રોડ પરથી બે યુવાનો પસાર થતા હતા ત્યારે ચાર શખ્સોએ આંતરી, “અહીંથી કેમ નીકળો છો?, તમે પોલીસને અમારી બાતમી આપો છો.” તેમ કહી ઢીકાપાટુનો માર મારી ફડાકા ઝીંકી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં હર્ષદ મીલની ચાલી પાસેના પ્રણામી-1ની શેરી નંબર 1ના મકાન નંબર 46માં રહેતો સુમિત ઉર્ફે કુબી હરિશભાઇ ગંઠા નામનો યુવાન રવિવારે રાત્રિના સમયે તેના મિત્ર આશિષ પ્રકાશ નંદા સાથે સુમરા ચાલી રોડ પર ઉનની કંદોરી વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે હાજી ઉસ્માન ખફી ઉર્ફે હાજીભા, અકરમ બલોચ, ઇરફમાન મામદ ભુંગરિયા, હુસેન બોદુ ખફી ઉર્ફે ભૂરો નામના ચાર શખ્સોએ બન્ને મિત્રોને આંતરીને “તમે અહીંથી કેમ નીકળો છો? અને પોલીસને અમારી બાતમી આપો છો.” તેમ કહી બન્ને મિત્રો સાથે ગાળાગાળી કરી હતી તેમજ લાકડાની સોટી વડે આડેધડ માર માર્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજા પહોંચાડી હતી અને ચારેય શખ્સોએ બન્ને મિત્રોને મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણના આધારે હે.કો. આર. એ. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular