જામજોધપુર ગામમાં લાડવા શેરીમાં ઝઘડામાં છૂટા પાડવા ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોએ છરી ધારીયા અને પથ્થર વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં ગંજીવાડામાં રહેતો અમિત ભગવાનજીભાઈ વરાણિયા (ઉ.વ.38) નામનો યુવાન ઝઘડો કરતા લોકોને છૂટા પાડવા જતાં તોફિક હુશેન મકરાણી, રજાક હુશેન મકરાણી, મેરુન હુશેન મકરાણી, ખેરુન હુશેન મકરાણી નામના ચાર શખ્સોએ એકસંપ કરી અમિત ઉપર છરી અને ધારીયા તથા પથ્થર વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનવની જાણના આધારે હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે અમિતના નિવેદનના આધારે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.