જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં રહેતાં યુવકને શખ્સ સાથે થયેલા ઝઘડામાં યુવકની પત્ની સમજાવવા ગઇ ત્યારે ચાર શખ્સોએ યુવક અને તેના ભાઇ ઉપર પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં માધાપુર ભુંગા વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો ઓસમાણ કરીમ સંઘાર (ઉ.વ.23) નામના યુવકને અબ્બાસ હયાત સંઘારના પુત્ર સાથે ઓસમાણના ભત્રીજાને રમવાની બાબતમાં ઝઘડો થયો હતો. જેથી ઓસમાણની પત્ની, ઓસમાણ સમજાવવા ગયા હતા ત્યારે શનિવારની સાંજના સમયે અબ્બાસ હયાત સંઘાર, રજાક હયાત સંઘાર, ખાતુબેન હયાત સંઘાર અને ફરિદા હયાત સંઘાર નામના ચાર શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઇપ વડે ઓસમાણ ઉપર તથા ઓસમાણના ભાઇ શાહિદ ઉપર હુમલો કરી ગાળાગાળી કરી હતી. આ અંગેની ઓસમાણ દ્વારા જાણ કરાતા હે.કો. એસ.એ. જાડેજા તથા સ્ટાફએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


