નેપાળમાં આજે માર્ગ દુર્ઘટનામાં ચાર ભારતીયના મોત નીપજ્યા હતા. આ ઘટના નેપાળ-ભારત સરહદ નજીક રૌતહાટ જિલ્લામાં થઈ છે. ઝડપથી જઈ રહેલી કારે સંતુલન ગુમાવતા રસ્તાથી લગભગ 20 ફૂટ નીચે ખાઈની તરફ પાણીમાં પડીને ડૂબી ગઈ, જેમાં સવાર ચાર લોકો બહાર નીકળી શક્યા.ગૂંગળામણથી કારમાં સવાર લોકોના મોત નીપજ્યા. હજુ મૃતકની ઓળખ થઈ શકી નથી. રૌતહટમાં જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર શનિવારની રાતે ઝુનખુનવા ચોક પર ચંદ્રનિગહાપુર રોડ ખંડની સાથે તે એક નાના શહેર ચંદ્રનિઘાપુરથી જિલ્લા મુખ્યાલય ગૌર તરફ જઈ રહ્યા હતા. ઝડપી વાહન રસ્તાથી 20 મીટર નીચે એક તળાવમાં પડ્યુ. નેપાળના પોલીસ અધિક્ષકે કહ્યુ, અમે મૃતકોની પાસેથી ભારતીય આધાર કાર્ડ જપ્ત કર્યા છે. તેમણે કહ્યુ, અમે ભારતીય પોલીસને દુર્ઘટના વિશે સૂચિત કરી દેવાયા છે. આ સાથે જ નેપાળ પોલીસે પહેલા જ દુર્ઘટનાના કારણે તપાસ શરૂ કરી દીધી છે.