Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં આજે સવારે ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ

જામનગર શહેરમાં આજે સવારે ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન સામાન્ય ઝાપટાંથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેમાં જામનગર શહેરમાં આજે સવારે 06 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસી જતાં શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું. આ પહેલાં કાલાવડમાં બે ઈંચ, જોડિયામાં એક ઈંચ, લાલપુરમાં પોણો ઈંચ અને જામજોધપુરમાં અડધો ઈંચ વરસાદ પડયો છે.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ, હાલારમાં સર્વત્ર મેઘમહેર અવિરત રહી છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 10 વાગ્યા સુધીના વરસાદના આંકડાઓમાં નજર કરીએ તો જામનગર શહેરમાં સવારે 6 વાગ્યા સુધી માત્ર 2 મિ.મી. ઝાપટાંરૂપે વરસ્યો હતો. જ્યારે 6 થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં ધોધમાર ચાર ઈંચ પાણી આકાશમાંથી વરસાવ્યું હતું. ચાર ઈંચ વરસાદ વરસતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની રાબેતામુજબની સ્થિતિ થઈ ગઇ હતી. તેમજ જામનગરમાં આજે સવારે 10 વાગ્યા સુધી પડેલા વરસાદ બાદ શહેરમાં કુલ 725 મિ.મી. (29 ઈંચ) વરસાદ વરસી ગયો છે. જેના કારણે સરેરાશ 780 મિ.મી. (31 ઈંચ )ની સરેરાશની સામે 29 ઈંચ વરસાદ વરસી જતાં ચોમાસાના શરૂઆતના દિવસોમાં જ શહેરમાં સરેરાશ વરસાદ કરતા 92% વરસાદ વરસી ગયો છે.

તેમજ જોડિયામાં આજે સવારે ચાર કલાકના સમય દરમિયાન એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બાકીના ચાર તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં કાલાવડમાં વધુ બે ઈંચ પાણી પડયું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મોટા વડાળામાં અડધો ઇંચ અને નિકાવા તથા ખરેડીમાં સામાન્ય ઝાપટા પડયા હતાં. અને લાલપુરમાં પોણો ઈંચ પાણી વરસ્યું હતું તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ખડબામાં એક ઈંચ અને હરીપરમાં અડધો ઈંચ, મોડપર-પડાણામાં સામાન્ય ઝાપટાં પડયા હતાં. જામજોધપુરમાં ધીમી ધારે વરસેલા વરસાદે અડધો ઈંચ પાણી આકાશમાં વરસાવ્યું હતું. તાલુકાના વિસ્તારમાં શેઠવડાળામાં એક ઈંચ અને વાંસજાળિયામાં પોણો તથા જામવાડીમાં અડધો ઈંચ તથા ધુનડામાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું.

- Advertisement -

છેલ્લાં 24 કલાક દરમિયાન ધ્રોલમાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો પરંતુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાલિયદેવાણીમાં દોઢ ઈંચ પાણી વરસાવ્યું હતું અને લતીપુરમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું તથા જોડિયા તાલુકાના બાલંભામાં સામાન્ય ઝાપટું પડયું હતું. જ્યારે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી ભલસાણ, અને અલિયાબાડામાં અડધો-અડધો ઈંચ તથા દરેડ અને ફલ્લામાં જોરદાર ઝાપટું વરસ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular