Friday, December 5, 2025
Homeરાજ્યલલોઇ ગામ નજીક ખેતરના વાયરમાં વીજશોકથી ચાર ઘોડીના મોત

લલોઇ ગામ નજીક ખેતરના વાયરમાં વીજશોકથી ચાર ઘોડીના મોત

ખેતર માલિક વિરૂધ્ધ ફરિયાદ: પશુપાલન વ્યવસાયીની રૂા.1.80 લાખની ચાર ઘોડીના મૃત્યુ

કાલાવડ તાલુકાના લલોઇથી ગલપાદર જવાના માર્ગ પર આવેલા ખેતરમાં લગાડેલા ઇલેકટ્રીક શોકના વાયરને અડી જતા ચાર ઘોડીના વીજશોક લાગતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના લલોઇ ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રવજી બચુભાઇ ઝાપડા (ઉ.વ.60) નામના વૃધ્ધની ચાર ઘોડીનો લલોઇથી ગલપાદર ગામ જવાના માર્ગ પરના વાડી-વિસ્તારમાં ઘાસ ચરતી હતી તે દરમ્યાન મનસુખ વસરામ સાકરિયાના ખેતર પાસેના ઇલેકટ્રીક વાયરને અડી જતા વીજશોક લાગવાથી રૂા.1,80,000ની કિંમતની ચાર ઘોડીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતાં. આ બનાવ અંગે રવજીભાઇ દ્વારા જાણ કરાતા પોલીસે મનસુખ સાકરિયા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular