જામનગર શહેરના નાગનાથ ગેઈટ પાસે અને કાલાવડના માછરડા સોસાયટીમાંથી જૂગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરના નાગનાથ ગેઈટ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન બાઉદીન નુરમહમદ ખીરા, જામભા અજીતસિંહ સોઢા, નંદલાલ રેલુમલ વધવાઈ અને ગંગારામ રીજુમલ તન્ના નામના ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.10070 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, કાલાવડના માછરડા સોસાયટીમાં જાહેરમાં જૂગાર રમતા મહેશ મનજી રાઠોડ અને ત્રણ મહિલાઓ સહિત ચાર શખ્સોને રૂા.3400 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.કાલાવડમાંથી ત્રણ મહિલા સહિત ચાર શખ્સો ઝડપાયા