જામનગર શહેરમાં નાગેશ્વર કોલોની વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,700 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી વર્લીના આંકડા લખતા શખ્સને રૂા.10,100 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગેશ્વર કોલોની વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા અસલમ સતાર માકડિયા, મુકેશ ઉર્ફે હુંડી છગન ચાવડા, સુનિલ ઉર્ફે ડેવીડ ધીરુ ડોણાસીયા, ભાવેશ ઉર્ફે વાઘો મધુ પરમાર નામના ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન ઘોડીપાસાના બે નંગ અને રૂા.12,700 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જાહેરમાં વર્લીના આંકડા લખી પૈસાની હારજીત કરતા રોહિત વિશાલ ઉર્ફે સદામ સીંગાળા નામના શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,100 ની રોકડ અને સાહિત્ય સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના નાગેશ્વર કોલોનીમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સ ઝબ્બે
રૂા.12,700 ની રોકડ અને ઘોડીપાસા કબ્જે: નવાગામ ઘેડમાંથી વર્લીબાજ ઝડપાયો