જામજોધપુરના ભાટિયા ધર્મશાલ પાસેથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન બે શખ્સોને રૂા.20800 ના મુદ્દામાલ સાથે વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના શાસ્ત્રીનગર નવી નિશાળ પાછળથી પોલીસે રેઈડ દરમિયાન બે શખ્સોને વર્લીમટકાનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.12860 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુરના ભાટિયા ધર્મશાલ પાસે ખીજડાની બાજુમાં રોડ પર જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન અશોક ધરમશી બકોરી તથા નિકુંજ જેન્તી ગોર નામના બે શખ્સોને વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.15800 ની રોકડ રકમ તથા રૂા.5000નો મોબાઇલફોન મળી કુલ રૂા.20800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો, જામનગર શહેરમાં શંકરટેકરી શાસ્ત્રીનગર નવી નિશાળ પાછળ જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન હનિફ મામદ ખફીને વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.12360 ની રોકડ રકમ તથા રૂા.5000 નો મોબાઇલ ફોન મળી કુલ રૂા.12860 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ જયુ નામના શખ્સ પાસે કપાત કરાવતો હોય. બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.