જામનગર જિલ્લાના રાસંગપર ગામના સ્ટીટલાઇટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રૂા.45170 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના સચાણા ગામમાંથી વર્લીના આંકડા લખતા બે શખ્સોને એલસીબીની ટીમે રૂા.14520 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર જિલ્લાના રાસંગપર ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસ રેઈડ દરમિયાન પ્રફુલ્લ આણંદ કરાણીયા, કમલેશ પાનાચંદ ગુડકા, દિપક ગાંધી સુમરીયા, ભાવેશ ધીરજ મારુ નામના ચાર શખ્સોને રેઈડ દરમિયાન રૂા.45170 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના સચાણા ગામના પાદરમાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વર્લીના આંકડા લખી હારજીત કરતા હોવાની એલસીબીના અરજણ કોડીયાતર અને મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે પીઆઈ બી.એન. ચૌધરી તથા સ્ટાફે રેઈડ દરમિયાન જાકુબ ઉર્ફે જાકુ મુસા કકલ અને હાજી બચુ કકલ નામના બે શખ્સોને રૂા.4520 ની રોકડ રકમ અને રૂા. 10000 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.14520 ના મુદ્દામાલ તથા વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.