Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એક પાછળ એક એમ ચાર કાર અથડાતા વાહનોનો ખડકલો : VIDEO

જામનગરમાં એક પાછળ એક એમ ચાર કાર અથડાતા વાહનોનો ખડકલો : VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં સમર્પણ સર્કલ નજીક બુધવારે રાત્રીના સમયે એકની પાછળ એક એમ ચાર કાર વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિક ફરીથી શરૂ કરાવ્યો હતો.

- Advertisement -

અકસ્માતની વિગત મુજબ જામનગર શહેરમાં સમર્પણ સર્કલ નજીક બુધવારે સાંજના સમયે એકની પાછળ એક ચાર કાર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતના કારણે માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય હતી. અકસ્માત બાદની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલીક સ્થળ પર દોડી ગયો હતો અને ટ્રાફિક ફરીથી શરૂ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આ માર્ગ પર હોટલ નજીક અવારનવાર અકસ્માતો થતા હોય છે અને ખાસ કરીને સાંજના સમયે વાહનવ્યવહાર વધુ હોવાથી અકસ્માત બનતાં હોય છે. અકસ્માત અટકાવવા માટે પોલીસે કાયમી માટે ટ્રાફિકજામની સ્થિતિ ન થાય તેવું આયોજન અને વ્યવસ્થા કરવી જરૂરી બની ગઇ છે.

- Advertisement -

stop-accident-message-1

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular