જામનગર પટેલ કોલોનીમાં આવેલ શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલયની 20મી વર્ષગાંઠની નિમિત્તે ત્રિ-દિવસિય ઉજવણી નિમિત્તે કરવામાં આવી હતી. જેમાં તા. 18ના શનિવારે દેરાસરના સ્થાપના દિવસે સવારે 7 વાગ્યે ઓશવાળ બેન્ડ સાથે ધજાનો પ્રોસેસન પટેલ કોલોની 9માંથી કો.કો. બેંક થઇ શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ દેરાસરે પૂર્ણ થયું હતું.
જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઇઓ-બહેનો-બાળકો જોડાયા હતાં. સવારે 8 વાગ્યે વિધિ સાથે ધજા ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ 9 વાગ્યે અઢાર અભિષેક વિધિકાર જયરાજભાઇ દ્વારા તથા તેની સાથે વિક્રમભાઇ એન્ડ પાર્ટી દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું. બપોરે 12 વાગ્યાથી અમૃત વાડીમાં સંઘ જમણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રીના ભગવાનની આંગીના દર્શન ભક્તોએ કર્યા હતાં. રાત્રીના 8:30 થી ભાવના વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી દ્વારા ભણાવવામાં આવી હતી. જેમાં જૈન-જૈનેતરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.