Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસમસ્ત જૈન સમાજના પૂર્વપ્રમુખ નિલેશભાઈ ટોલિયા દ્વારા ત્રિ-મંદિરમાં મહાઆરતી કરાઇ

સમસ્ત જૈન સમાજના પૂર્વપ્રમુખ નિલેશભાઈ ટોલિયા દ્વારા ત્રિ-મંદિરમાં મહાઆરતી કરાઇ

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ગરીબ પરિવારોને રાશનની કિટનું વિતરણ કરાયું

- Advertisement -

જામનગરના સમસ્ત જૈન સમાજના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ટોલિયા કે જેઓને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા પછી તેઓ આજે જામનગર આવી પહોંચ્યા હતા, અને સૌ પ્રથમ ગુલાબ નગર રોડ પર આવેલા ત્રિ-મંદિરમાં મહા આરતી કરવામાં આવી હતી.

- Advertisement -

સમસ્ત જૈન સમાજના પૂર્વપ્રમુખ નિલેશભાઈ ટોલીયા કે જેઓએ સપ્રિમ કોર્ટમાંથી રાહત મેળવીને આજે જામનગર આવ્યા હતા. તે દરમિયાન ખિજડીયા બાયપાસથી ગુલાબનગર સુધીના વિસ્તારમાં ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા 50 જેટલા ગરીબ પરિવારને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રિ-મંદિરમાં નિલેશભાઇ ટોલિયા દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. આ વેળાએ તેમના પરિવારજનો, ઉપરાંત મિત્ર વર્તુળ, શહેરના જૈન અગ્રણીઓ સુશિલભાઇ કામદાર, પ્રકાશભાઇ દોશી, પ્રો. વાય.સી. મહેતા, નિલેશભાઇ ઉદાણી, વિજયભાઇ શેઠ, શેતલબેન શેઠ તથા વિપુલભાઇ કોટક તથા સંજય જાની, શુભેચ્છકો વગેરે હાજર રહ્યા હતા અને આરતીમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ પોતાની ઓફિસ પર પહોંચ્યા હતા અને કાર્યભાર સંભાળી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular