જામનગર મહાપાલિકાના પૂર્વનાયબ ઇજનેર એમ.ડી. રાણાની પુત્રીએ નેશનલ સ્વિમીંગ ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક મેળવી ગૌરવ વધાર્યું છે. એમ.ડી. રાણાની પુત્રી ડો. ધારાએ તાજેતરમાં નવીદિલ્હીમાં યોજાયેલી નેશનલ સ્વિમીંગ ચેમ્પિયનશીપમાં ત્રીજા સ્થાને રહીને કાંસ્યપદક મેળવ્યો હતો. આ સ્પર્ધામાં દેશભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દિલ્હી સરકાર દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ ટુર્નામેન્ટમાં ડો. ધારાએ આ સિધ્ધી મેળવી હતી. તેઓ અગાઉ પણ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક તરણ સ્પર્ધાઓમાં ભાગ લઇ ચૂકયા છે. તેમજ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે. ડો. ધારાના પિતા એમ.ડી. રાણા જામ્યુકોમાં નાયબ ઇજનેર તરીકે જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. તેઓ હાલ નિવૃત્ત છે.