જામનગર મહાપાલિકાના પૂર્વ ઇજનેર સુખેદવ લક્ષ્મણભાઇ ડાંગર (એસ.એલ. ડાંગર)નું રવિવારે અવસાન થયું છે. એસ.એલ. ડાંગર જામનગર મહાનગર પાલિકામાં નાયબ ઇજનેર તરીકે વર્ષો સુધી જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. સ્વૈચ્છિક નિવૃત્ત લીધા બાદ તેઓ પરિવાર સાથે રાજકોટ સ્થાયી થઇ ગયા હતા. જામનગર મહાપાલિકામાં તેમણે સોલિડ વેસ્ટ, વોટર વર્કસ વિભાગ જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં પોતાની સેવાઓ આપી હતી. મિલનસાર સ્વભાવને કારણે તેઓ કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા. આજે સવારે તેમના નિવાસસ્થાનેથી અંતિમ વિદાય આપવામાં આવી હતી. એસ.એલ. ડાંગરના નિધનથી જામ્યુકોના વર્તુળમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.