Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતમેડિકલના ગુજરાતી પુસ્તકો તૈયાર કરવા કમિટીની રચના

મેડિકલના ગુજરાતી પુસ્તકો તૈયાર કરવા કમિટીની રચના

17 સભ્યોની કમિટી એક પખવાડિયામાં રિપોર્ટ આપશે : સરકારના પરિપત્ર સામે કેટલાક ડૉકટોરમાં નારાજગી

રાજયની મેડિકલ કોલેજોમાં ગુજરાતી ભાષામાં અભ્યાસ કરાવવા માટે પાઠય પુસ્તકો સહિતની અન્ય સામગ્રી ગુજરાતીમાં ઉપલબ્ધ થઈ શકે તે માટે એક 17 સભ્યોની એક કમિટીની રચના કરી દેવાઈ છે. આગામી દિવસોમાં આ કમિટીને એકશન પ્લાન તૈયાર કરીને 15 દિવસમાં સરકારને સુપ્રત કરવાની તાકીદ કરાઈ છે. આમ, હવે મેડિકલ-પેરા મેડિકલ સહતના કોર્સ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં ભણી શકે તે માટેની કવાયત કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા શરૂ કરી દેવાઈ છે. જોકે, આ પરિપત્ર સામે કેટલાક ડોકટરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

- Advertisement -

નેશનલ એજયુકેશન પોલિસી 2020 અંતર્ગત તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા દરેક રાજયોના તબીબી શિક્ષણ નિયામક સાથે વિડીયો કોન્ફરન્સ કરાઈ હતી. આ કોન્ફરન્સમાં આગામી દિવસોમાં મેડિકલ-ડેન્ટલ સહિતના તમામ આનુસાંગિક કોર્સને પણ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાની તાકીદ કરાઈ હતી. આ કોન્ફરન્સના અનુસંધાનમાં તબીબી શિક્ષણ વિભાગ દ્વારા 17 સભ્યોની એક કમિટીમાં દરેક મેડિકલ કોલેજના ડીનની નિયુકિત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત યુનિ., સૌરાષ્ટ્ર યુનિ., એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિઓના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ કમિટીનો અહેવાલ આગામી 15 દિવસમાં રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે. આ પરિપત્ર બાદ હવે મેડિકલ-ડેન્ટલ સહિતના નર્સિંગ ફિઝિયોથેરાપીના કોર્સ પણ ગુજરાતીમાં તૈયાર કરવાની કવાયત શરૂ કરાશે. જોકે, કેન્દ્ર સરકારની આ પ્રકારની કાર્યવાહી સામે કેટલાક ડોકટરો દ્વારા નારાજગી વ્યકત કરાઈ છે. ડોકટરો કહે છે કે, મેડિકલમાં આ પ્રકારના અખતરા શકય નથી. નવી એજયુકેશન પોલિસીમાં કરાયેલી જોગવાઈ અને તેના આધારે નેશનલ મેડિકલ કમિશન દ્વારા કરાયેલા આદેશને કેટલાક અધ્યાપકો હકારાત્મક ગણી રહ્યા છે. અધ્યાપકો કહે છે કે, આ નિર્ણય ફરજિયાત નથી એટલે કે તમામ પુસ્તકો ગુજરાતીમાં જ ભણાવાશે તેવું નથી. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને જયાં મુશ્કેલી નડે છે તે દૂર થશે. હાલમાં નીટ યુજી ગુજરાતીમાં લેવામાં આવે છે. આ ઉપરાંત દરેક શબ્દનું ગુજરાતી કરાશે તેવું પણ નથી. જયાં જરૂર હોય ત્યાં જ માતૃભાષામાં અનુવાદ થશે. જે શબ્દ અંગ્રેજીમાં પ્રચલિત હોય તેને કોઈપણ ભોગે ગુજરાતીમાં અનુવાદ કરવામાં નહીં આવે. રશિયા ચીન, સહિતના દેશો માતૃભાષામાં જ અભ્યાસ કરાવતા હતા, વિદેશના વિદ્યાર્થીઓ આવ્યા બાદ અંગ્રેજીમાં અભ્યાસ શરૂ કરવો પડયો છે. આજ રીતે સ્થાનિક વિદ્યાર્થીઓને અંગ્રેજીના કારણે જયાં મુશ્કેલી નડે છે તે દૂર થઈ શકે તેવો પ્રયાસ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular