Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર78-79 વિધાનસભા મત વિસ્તાર માટે આમ આદમી પાર્ટી શહેર કોર કમિટીની રચના

78-79 વિધાનસભા મત વિસ્તાર માટે આમ આદમી પાર્ટી શહેર કોર કમિટીની રચના

પ્રમુખ તરીકે કનકસિંહ જાડેજાની વરણી

- Advertisement -

આમ આદમી પાર્ટી નું સંગઠન દિન પ્રતિદિન ખૂબ જ વિશાળ થતું જતું હોય જેને ધ્યાને લઈ તા. 4ના રોજ આમ આદમી પાર્ટી જામનગર શહેર દ્વારા 78/79 વિધાનસભા મત વિસ્તાર માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે કોર કમિટી ની સ્થાપના કરવામાં આવી છે.

- Advertisement -

કોર કમિટી અંગેની પ્રથમ બેઠક સાઈબાબા મંદિર ,ગાંધીનગર કનકસિંહના નિવાસ્થાને ખાતે યોજવામાં આવી હતી. જેમાં કોર કમિટીના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી તેમજ કોર કમિટી કઈ પ્રકારની કામગીરી પર વિશેષ ધ્યાન આપશે આ અંગે ચર્ચા કરવામાં આવી

આ કોર કમિટીમાં જામનગરના પૂર્વ મેયર તેમજ સાઈબાબા મંદિર ટ્રસ્ટ ના આગેવાન ટ્રસ્ટી કનકસિંહ જાડેજા ના બહોળા અનુભવનો લાભ લેવા માટે વોર્ડ નંબર 2 માંથી જામનગર 78 /79 શહેરી વિસ્તાર માટે કોર કમિટીના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે

- Advertisement -

આ ઉપરાંત આ કોર કમિટીના સદસ્યમાં આશિષભાઈ કંટારીયા વોર્ડ નંબર 3, ડોક્ટર પુજાબેન શર્મા વોર્ડ નંબર 6 ,સુખદેવસિંહ જાડેજા વોર્ડ નંબર 8, વિશાલભાઈ ત્યાગી વોર્ડ નંબર 5 ,વજસીભાઈ વારોતરીયા વોર્ડ નંબર 6, હરપાલસિંહ ગોહિલ વોર્ડ નંબર 4, પ્રવીણભાઈ ચન્યારા વોર્ડ નંબર 7, નિલેશ ખાખરીયા વોર્ડ નંબર 16, અનિરુદ્ધસિંહ ઝાલા વોર્ડ નંબર 6, આશિષભાઈ સોજીત્રા વોર્ડ નંબર 7, મિતેનભાઈ કાનાણી વોર્ડ નંબર 16 અને દિલીપસિંહ જાડેજા વોર્ડ નંબર 10 ની વરણી કરાઈ છે. આ કમિટી કનકસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પાર્ટીના હિત તેમજ અન્ય કાર્યક્રમો માટેના મહત્વના નિર્ણયો કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular