ખંભાળિયા તથા આસપાસના ડિવિઝન વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ઝડપાયેલા રૂપિયા 11.73 લાખની કિંમતના વિદેશી દારૂ પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા ડિવિઝન હેઠળના ખંભાળિયા, સલાયા અને વાડીનાર વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન નોંધાયેલા 47 ગુનાઓમાં પોલીસે રૂપિયા 1444 બોટલ વિદેશી દારૂ – બિયરનો જથ્થો કબજે કર્યો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના અન્વયે ડીવાયએસપી વિસ્મય માનસેતા, પ્રાંત અધિકારી કે. કે. કરમટા, નશાબંધી અધિક્ષક એમ. સી.વાળા, પીઆઇ એન. એચ. જોષી, વી. એ. રાણા, સી. એલ. દેસાઇ તથા આર. એચ. સુવા સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કુલ રૂપિયા 11,72,916ની કિંમતની 1444 બોટલ દારૂ તેમજ બિયરનો આ જથ્થો કોર્ટમાંથી મંજૂરી મળ્યા બાદ સરકારી ખરાબાના સ્થળે નાશ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram


