Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજયમાં ફરી માવઠાંની માઠી આગાહી

રાજયમાં ફરી માવઠાંની માઠી આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 27-28 ડિસેમ્બરે કમોસમી વરસાદની સંભાવના: ઘઉં, રાયડો, ચણા, એરંડા, જીરૂં જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ

- Advertisement -

દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે ઉત્તર ભારતના અનેક રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. તેની આંશિક અસર ગુજરાતમાં પણ થશે. ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. ઠંડીમાં વધઘટ થવાની સાથે આગામી 27 ડિસેમ્બરે રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. માવઠાની આગાહી થતાં જ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, માવઠાની અસર ઓસરતાં જ રાજ્યમાં 29 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ જશે.

- Advertisement -

રાજસ્થાનના ઉત્તર-પૂર્વિય ભાગમાં રચાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે શુક્રવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું. જેના કારણે 5 શહેરોના લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો આવતાં ઠંડી અચાનક ગાયબ થઇ ગઇ છે.કૃષિ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, જો પાંચેક દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો, જીરૂ અને વરિયાળીને ફુગજન્ય રોગ લાગવાની શક્યતા છે. માવઠું થશે તો બટાટામાં ફુગજન્ય અને બેક્ટેરિયા જન્ય રોગ આવી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ઘઉં, રાયડો, એરંડા, જીરું, ચણા સહિતના રોકડીયા પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. જેમાં ચાલુ વર્ષે રવીપાકના વાવેતરમાં સૌથી વધુ 1.63 લાખ હેક્ટર જમીનમાં રાયડો, 1.17 લાખ હેકટર જમીનમાં ઘાસચારો, 61 હજાર હેકટર જમીનમાં ઘઉં, 58 હજાર હેક્ટર જમીનમાં બટાકા, 50 હજાર હેકટર જમીનમાં જીરાનું તેમજ 6 હજાર હેકટર જમીનમાં શાકભાજી સહિત અન્ય પાકો મળીને જિલ્લામાં કુલ 4.75 લાખ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular