Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયફોર્બ્સે ભારતના સૌથી અમીર લોકોનું લિસ્ટ જાહેર કર્યું: અંબાણી સતત 14માં...

ફોર્બ્સે ભારતના સૌથી અમીર લોકોનું લિસ્ટ જાહેર કર્યું: અંબાણી સતત 14માં વર્ષે મોખરે

જાણો ધનિકના લીસ્ટમાં ટોપ 10 ભારતીયો વિષે

- Advertisement -

ફોર્બ્સ દર વર્ષે ભારતના સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરે છે. ફોર્બ્સના આ લિસ્ટને ફેમિલી, શેરબજાર, એક્સપર્ટ અને ભારતની રેગ્યુલેટર એજન્સીઓ પાસેથી મળેલા શેરહોલ્ડિંગ અને નાણાંકીય જાણકારીના આધાર પર તૈયાર કરવામાં આવે છે. ભારતના 100 સૌથી અમીરોની સંપત્તિ 775 અબજ ડોલર છે.

- Advertisement -

2021માં રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી ટોપ પર છે. તેણે 2008 એટલે કે 14 વર્ષથી પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે. 2021માં તેમની સંપત્તિ ચાર અબજ ડોલર વધીને 92.7 અબજ ડોલર થઈ ગઈ છે. 

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સતત ત્રીજા વર્ષે આ યાદીમાં બીજુ સ્થાન મેળવ્યું છે. તેમની સંપત્તિ 74.8 અબજ ડોલર છે. જે મુકેશ અંબાણીથી માત્ર 17.9 અબજ ડોલર ઓછી છે.

- Advertisement -

એચસીએલ ટેકનોલોજીના સ્થાપક શિવ નાદર ત્રીજા ક્રમે છે. તેની કુલ સંપતી 31 અબજ ડોલર છે.

એવન્યુ સુપરમાર્ટ્સના રાધાકિશન દામાની ચોથા સ્થાને છે. જેની કુલ સંપતી 29.4 અબજ ડોલર છે.

- Advertisement -

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સાઈરસ પૂનાવાલા પાંચમાં ક્રમે છે. તેની સંપતી 19 અબજ ડોલર છે.

આર્સેલર મિત્તલના માલિક લક્ષ્મી મિત્તલ 18.8 અબજની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને છે.

ઓપી જિંદાલ ગ્રુપની સાવિત્રી જિંદાલ સાતમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 18 અબજ છે.

કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટક  ભારતના આઠમાં સૌથી ધનિક વ્યક્તિ છે. તેની કુલ સંપતી કુલ સંપત્તિ 16.5 અબજ ડોલર છે.

શાપૂરજી પલોનજી ગ્રુપના પલોનજી મિસ્ત્રી નવમાં ક્રમે છે. તેમની સંપતી 16.4 અબજ ડોલર છે.

Vi ચીફ કુમાર બિરલા 15.8 અબજ ડોલરની નેટવર્થ સાથે દસમા સ્થાને છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular