ખંભાળિયાના હર્ષદપુર વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ સવાભાઈ ગોજીયા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ગળી જતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા સવાભાઈ રણમલભાઈ ગોજીયાએ અહીંની પોલીસને કરી છે.