Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન સિંગલ ડિઝીટમાં

જામનગરમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન સિંગલ ડિઝીટમાં

8.5 ડિગ્રીથી ઠંડુગાર બન્યુ જામનગર

- Advertisement -

જામનગર સહિત રાજયભરમાં ઠંડીનું જોર યથાવત છે.તેના પરિણામે રાજયભરના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડી ગયો છે. આ ઉપરાંત ઉત્તરભારતમાં થઇ રહેલી હિમ વર્ષાની પણ અસર જોવા મળી રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં માવઠાની અસર બાદ ઠંડીનો નવો રંગ શરૂ થયો છે. છેલ્લાં બે દિવસથી સતત લઘુતમ તાપમાન સીંગલ ડિઝિટમાં રહેતાં લોકોએ કડકડતી ઠંડીનો સામનો કર્યો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં ભેજ અને બર્ફિલા પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કલેકટર કચેરીના ક્ધટ્રોલરૂમના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 24 ડિગ્રી, હવામા ભેજનું પ્રમાણ 70 ટકા નોંધાયું હતું. લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિઝીટમાં પહોંચી જતાં જામનગર જાણે કે, જમ્મુ કાશ્મીર બની ગયું હોય તેવો નગરજનોએ અહેસાસ કર્યો હતો. વાતાવરણ ઠંડુગાર બની જતાં લોકો ગરમ કપડાંમાં વિટળાઇ ગયા હતાં. લઘુતમ તાપમાનનો પારો સીગલ ડિઝીટમાં જતાં જનજીવન ઉપર ભારે અસર થઇ હતી. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી બે દિવસ ઠંડીના ચમકારાની આગાહી કરવામાં આવી હોય લોકો થથરી રહ્યા છે.

એક તરફ કોરોના તો બીજી તરફ ઠંડીએ બોકાસો બોલાવી દીધો છે. માનવીની સાથે સાથે પશુ પક્ષીઓની હાલત પણ દયનીય બની હતી. શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીએ સામ્રાજય જમાવ્યું છે. મોડી રાત્રે તથા વહેલી સવારે કડકડતી ઠંડીને પરિણામે શહેરના રાજમાર્ગો સુમસામ બનતાં જોવા મળી રહ્યા છે. જાહેર માર્ગો પર તેમજ ઝુપડપટ્ટીમાં રહેતાં લોકોની હાલત કફોડી બની હતી. કાતીલ ઠંડીને પરિણામે તાપણાનો સહારો લેતાં જોવા મળ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular