જામનગરને આજે વૈશ્વિક રમત જગતનું વિશેષ આકર્ષણ મળ્યું છે. વિશ્વવિખ્યાત ફૂટબોલ ખેલાડી અને અર્જેન્ટિનાના દિગ્ગજ સ્ટાર લિયોનેલ મેસી પોતાના નજીકના મિત્ર અને જાણીતા સ્ટ્રાઈકર લુઈસ સૌરેઝ સાથે જામનગર એરપોર્ટ પર આગમન કર્યું છે.
લિયોનેલ મેસી અને લુઈસ સૌરેઝ જામનગર ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ વનતારા પ્રોજેક્ટની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ઉદ્યોગપતિ અંબાણી પરિવારના વિશેષ મહેમાન તરીકે હાજર રહેશે.
મોટા કારના કાફલા સાથે એરપોર્ટથી ખાવડી રવાના થયા
View this post on Instagram
અર્જેન્ટિનામાં જન્મેલા મેસીએ બાળપણથી જ પોતાની અદભૂત રમતથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.
મેસી તેમની શાંત સ્વભાવ, અસાધારણ ડ્રિબ્લિંગ, ચોક્કસ પાસિંગ અને નિર્ણાયક ક્ષણોમાં ગોલ કરવાની ક્ષમતાને કારણે વિશ્વભરમાં લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે.
મેસી સાથે આવેલા લુઈસ સૌરેઝ જાણીતા ફૂટબોલ ખેલાડી છે. તેઓ પોતાની આક્રમક રમત અને ગોલ કરવાની કુશળતા માટે જાણીતા છે. બાર્સેલોનામાં મેસી સાથે તેમની જોડીએ વિશ્વના શ્રેષ્ઠ માનવામાં આવે છે.
વિશ્વના બે મહાન ફૂટબોલ સ્ટાર્સનું એકસાથે જામનગર આગમન શહેર માટે ગૌરવની વાત છે. વનતારા પ્રોજેક્ટની મુલાકાત અને અંબાણી પરિવારના વિશેષ મહેમાન બન્યા. તેમની હાજરી જામનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઓળખ અપાવશે.


