પંચ-એ પોલીસ સ્ટેશન વિસ્તારની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તથા ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારની નગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોય જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો નિર્ભિક રીતે મતદાન કરી શકે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરી શકે તે હેતુથી પોલીસ અધીક્ષક જામનગર પ્રેમસુખ ડેલૂ તથા નાયબ કલેકટર ધ્રોલ સ્વપ્નિલ સિસલ તથા પ્રો. આઇપીએસ અક્ષેશ એન્જિનિયર તથા ના.પો અધિકારી જામનગર ગ્રામ્યના રાજેન્દ્ર દેવધા તથા એલસીબી પીઆઈ વી.એમ. લગારિયા તથા પંચ એ પો. સ્ટેના પીઆઇ એમ.એન. શેખ તથા ધ્રોલ પીઆઈ એચ.વી.રાઠોડ સહિત અનેક પોલીસ, હોમગાર્ડ તથા જીઆરડી સ્ટાફ સાથે પંચ-એ પોલીસ સ્ટેશન સંવેદનશીલ વિસ્તાર અને ધ્રોલ શહેરના સંવેદનશીલ બૂથ અને બિલ્ડિંગ તથા સ્ટ્રોગ રૂમની મુલાકાત લેવામાં આવી હતી અને સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ તેમજ કાલાવડ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, હોમગાર્ડઝ, જીઆરડી જવાન સહિતના સ્ટાફે સરદાર પટેલ ચોકથી બસ સ્ટેન્ડ થઈ મ્યુનિસીપલ હાઈસ્કૂલ, ઈડબલ્યુડી સર્કલથી વિકાસ કોલોની અને મુકતાબેન ક્ધયા વિદ્યાલયથી લીમડાચોક તથા મેઈન બજારથી મુરીલા ગેઈટ થઈ ધોરાજી રોડ સહિતના વિસ્તારોમાં ચૂંટણી સંદર્ભે ફુટ પેટ્રોલિંગ કરી સરદાર પટેલ ચોક ખાતે પૂર્ણ કર્યુ હતું.