જામનગર શહેરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ ઠેક-ઠેકાણે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર શહેરમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જામનગર સીટી ડીવાયએસપી, એસીબી, એસઓજી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા દરબારગઢથી બેડીગેઇટ અને ટાઉનહોલ સુધીના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શનિવારે રાત્રીના સમયે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, આઇપીએસ મીના, ડીવાયએસપી ઝાલા, એલસીબી, એસઓજી, બોમ્બ સ્કવોડ સહિતની ટુકડીઓ દ્વારા બાલા હનુમાન સહિતના સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.