Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરદિવાળી શાંતિપૂર્ણ ઉજવાઈ તે માટે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ

દિવાળી શાંતિપૂર્ણ ઉજવાઈ તે માટે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ

જામનગર શહેર અને જિલ્લામાં દિવાળીનો તહેવાર શાંતિપૂર્ણ અને શ્રધ્ધાપૂર્વક ઉજવાઇ તે માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લામાં પોલીસ બંદોબસ્ત અને ફૂટ પેટ્રોલીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત બુધવારે સાંજના સમયે એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular