Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયએક વર્ષમાં ખાવા-પિવાની ચીજવસ્તુઓના ભાવોમાં 34 ટકાનો તોતિંગ વધારો

એક વર્ષમાં ખાવા-પિવાની ચીજવસ્તુઓના ભાવોમાં 34 ટકાનો તોતિંગ વધારો

- Advertisement -

જળવાયુ પરિવર્તનના કારણે દુનિયાભરમાં ખાવાપીવાની વસ્તુઓ સતત મોંઘી થતી જાય છે. ભવિષ્યમાં ખાદ્ય મોંઘવારીનું જોખમ વધારે થતું જાય છે. કિંમતો સતત વધવાથી એફએમસીજી કંપનીઓને 2021-22માં ડબલ આવકની આશા છે.

બ્લૂમબર્ગ અનુસાર, સંયુકત રાષ્ટ્રનો ખાદ્ય અને કૃષિ સંગઠનનો ખાદ્ય મૂલય સૂચકાંક 12 મહિનાથી સતત વધી રહયો છે. જો કે જૂનમાં તે ઘટીને 124.6 અંક થઇ ગયો હતો તેમ છતાં એક વર્ષ પહેલાની તુલનામાં તે 34 ટકા વધારે છે. હવામાનમાં ફેરફારે દુનિયાભરના પાકોને અસર કરી છે. ચીનમાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા. અમેરિકા અને કેનેડામાં ગરમી અને દૂકાળથી ફસલ બરબાદ થઇ ગઇ તો યુરોપમાં ભારે વરસાદના લીધે ખેતરોમાં પડેલ અનાજોમાં ફુગનો ખતરો ઉભો થયો છે.

જળવાયુ પરિવર્તનના કારણે બ્રાઝીલમાં મુખ્ય અરેબિકા કોફી ક્ષેત્રોને તબાહ કરનારી ભયંકર ઠંડી પડી રહી છે જે નવા પાકને બરબાદ કરી નાખશે. તેના કારણે કોફીના ભાવ આ અઠવાડીયે 17 ટકા સુધી વધી ગયા છે. આ ઠંડી ખેડૂતો માટે વધારે નુકશાન કરી શકે છે. કેમ કે તેના કારણે ઉત્પાદનને વર્ષો સુધી અસર થઇ શકે છે. પશ્ચિમી કોલંબીયામાં લાગેલી ભયાનક આગથી નિકાસ માટે અનાજ લઇ જતી હજારો રેલ કાર કેટલાય સપ્તાહથી એમને એમ પડી રહી છે. આ ઘટનાઓ મોંઘવારી વધવાના મુખ્ય કારણે હોઇ શકે છે.

મોસમની અસ્થિરતા પુરતા ભોજનનું ઉત્પાદન કરવાનું મુશ્કેલ બનાવી રહી છે. આનાથી ગરીબ દેશોને સૌથી વધારે અસર પડે છે. સંયુકત રાષ્ટ્રએ કહયું કે જળવાયુ પરિવર્તનના ખરાબ પરિણામોની અસર આગામી સમયમાં વધુ ભયાનક બની શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular