Saturday, November 23, 2024
Homeરાષ્ટ્રીયફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવો વધ્યો, ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું

ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવો વધ્યો, ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું

- Advertisement -

ફેબ્રુઆરીમાં રિટેલ ઈન્ફલેશન વધુ કે, ઓછુ જાન્યુઆરીનાં સ્તરે રહ્યું હતું.મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિકસ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેન્શન તરફથી જાહેર આંકડા મુજબ ક્ધઝયુમર પ્રાઈઝ ઈન્ડેકસ આધારિત રિટેલ ઈન્ફલેશન 5,09 ટકા રહ્યો. જે જાન્યુઆરીમાં 5.1 ટકા હતો.વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં દર 6.4 ટકા હતો.તાજેતરનાં આંકડા દર્શાવે છે કે તે ચાર મહિનાના નીચલા સ્તરે આવી ગયા પણ શાકભાજી અને દાળોનાં દામ વધુ રહ્યા છે.

- Advertisement -

ફેબ્રુઆરીમાં ફૂડ ઈન્ફલેશન 8.66 ટકા થઈ ગયુ. જે વર્ષ પહેલા 5.9 ટકા હતું. જાન્યુઆરીમાં આ આંકડો 8.36 હતો.ફેબ્રુઆરીમાં અનાજનો મોંઘવારી દર 7.6 ટકા રહ્યો.જયારે શાકભાજીનાં ભાવ વર્ષ પહેલાની તુલનામાં 30.25 ટકા ઉપર રહ્યા મીટ-માછલીમાં 5.2 ટકા અને ઈંડામાં 10.7 ટકાનો મોંઘવારી દર રહ્યો પણ દાળોના ભાવ વર્ષ પહેલાની તુલનામાં 18.9 ટકા ઉપર રહ્યો.તેલોના ભાવ પણ વર્ષ પહેલાની તુલનામાં 13.9 ટકા ઓછા રહ્યા. પણ મસાલાનાં ભાવ 13.5 ટકા ઉપર રહ્યા ઓરિસ્સામાં (7.6 ટકા)માં સૌથી વધુ અને દિલ્હીમાં સૌથી ઓછા (2.4 ટકા) મોંઘવારી દર રહ્યો.

જાન્યુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનની ગતિ ઘટી ગઈ. આંકડા અનુસાર ઈન્ડેકસ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશનના આધારે જોવામાં આવતો ઔદ્યોગીક ઉત્પાદન ગ્રોથ ઘટીને 3.8 ટકા પર આવી ગયો. જે વર્ષ પહેલા 5.8 ટકા હતો.ડીસેમ્બર 2023 માં આઈઆઈપી ગ્રોથ 4.8 ટકા અને નવેમ્બરમાં 2.4 ટકા હતો.મેન્યુફેકચરીંગનો ગ્રોથ વર્ષ પહેલાનાં 4.5 ટકાથી ઘટીને 3.2 ટકા પર આવી ગયો. વીજળી ઉત્પાદન પણ 12.6 ટકાથી 5.6 ટકા પર આવી ગયુ.માઈનીંગ આઉટપુટ ગ્રોથ 9 થી ઘટીને 5.9 ટકા પર રહ્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular