Sunday, December 22, 2024
Homeબિઝનેસઅમેરિકન બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ભારે નફારૂપી વેચવાલી…!!

અમેરિકન બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ભારે નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૩.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૮૦૧.૬૨ સામે ૫૦૧૬૧.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૯૬૨.૩૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૩૩.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૫.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૨૧૬.૫૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૭૧.૩૦ સામે ૧૪૮૬૮.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૫૦૬.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૩.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૭.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૬૦૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો અને કોરોના સંક્રમણના બીજા વેવની શરૂઆતમાં રોજબરોજ વધતાં જતાં પોઝિટીવ કેસોને લઈ સરકાર ચિંતિત બનતાં અનેક સ્થળોએ લોકડાઉન લાદવામાં આવતાં અને ગુજરાતમાં ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયુ લાદવાની ફરજ પડતા ફરી દેશવ્યાપી લોકડાઉનના ફફડાટે ફંડો, ઈન્વેસ્ટરોએ સાવચેતીમાં શેરોમાં ઉછાળે વેચવાલી કરી હતી. દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ પૂર્ણ લોક ડાઉનની શકયતા સમીક્ષકો નકારી રહ્યા હોવા છતાં વકરતી પરિસ્થિતિને લઈ રોકાણકારો, ફંડોએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કરવાનું પસંદ કરતાં ઈન્ડેક્સ બેઝડ આરંભિક ઉછાળો ધોવાઈ જઈ ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોથી ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા બાદ કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી ઉછાળે સતત પ્રોફિટ બુકિંગ જોવાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ અભિગમ અને કોરાના વાયરસના વધતાં કેસોની સ્થિતિ નજર રહેશે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૫૫ અને વધનારની સંખ્યા ૮૨૭ રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૯૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ફરી વધતા ઊભી થયેલી અનિશ્ચિતતાની રિટેલ વેપારમાં વૃદ્ધિ પર વેક્સિનેશન કામગીરીને જોતા ગત વર્ષે લાગુ કરાયેલા લોકડાઉનને પરિણામે ગંભીર અસર પામેલા દેશના રિટેલ ક્ષેત્રનો વેપાર કન્ઝયૂમર ડયૂરેબલ્સની સારી કામગીરીને પરિણામે ફેબ્રુઆરી માસમાં કોરોના પહેલાના સ્તરના ૯૩% પર પહોંચી ગયો છે. રિટેલ ક્ષેત્રમાં મોટાભાગના સેગમેન્ટસમાં સુધારો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીનું રિટેલ વેચાણ ગયા વર્ષના ફેબ્રુઆરીના વેચાણ આંક કરતા ૭% જ નીચું રહ્યું છે. 

ફેબ્રુઆરી માસમાં કન્ઝયૂમર ડયૂરેબલ્સના વેપારમાં  વાર્ષિક ધોરણે ૧૫% વૃદ્ધિ થઈ છે, જ્યારે ક્વિક સર્વિસ રેસ્ટોરેન્ટસના વેપારમાં ૧૮%નો વધારો જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે લોકડાઉનને કારણે રિટેલ વેપાર ઠપ્પ થઈ જતા સરકારની વેરા મારફતની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને રોજગાર પર પણ તેની ગંભીર અસર પડી હતી, તે જોતાં દેશની આર્થિક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે હાલના તબક્કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો અર્થતંત્ર માટે પ્રતિકૂળ એવા સખત પગલાં લેવાનું ટાળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

તા.૧૯.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૮.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૬૦૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૫૦૫ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૭૬ પોઈન્ટ થી ૧૪૭૦૭ પોઈન્ટ ૧૪૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૮.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૯૫૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૩૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૦૮૮ પોઈન્ટ થી ૩૪૨૭૨ પોઈન્ટ, ૩૪૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૦૧૬ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઈલ અને ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૭૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૪૭ થી રૂ.૨૦૭૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસીસી લિમિટેડ ( ૧૭૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૦૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૯૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૬૩ થી રૂ.૧૭૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૪૮ ) :- રૂ.૮૩૩ નો પ્રથમ તેમજ રૂ.૮૧૮ ના બીજા સપોર્ટથી કાર & યુટિલિટી વિહિકલ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૬૦ થી રૂ.૮૭૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૦૫ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઈન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૭ થી ૭૩૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૫૮૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૪ થી રૂ.૬૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૯૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૨૪ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અમરરાજા બેટરી ( ૮૬૫ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૯૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૪૮ થી રૂ.૮૩૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૦૩ થી રૂ.૬૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૫૭૨ ) :- ૫૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૯૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૬૦ થી રૂ.૫૫૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૦૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular