Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર સ્માર્ટ સીટી તરફ : રિવાબાની રજુઆતના પગલે નવા બસ પોર્ટ માટે...

જામનગર સ્માર્ટ સીટી તરફ : રિવાબાની રજુઆતના પગલે નવા બસ પોર્ટ માટે થશે કાર્યવાહી

વીસ જ દિવસમા મળ્યો પ્રતિસાદ : ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા

- Advertisement -

જામનગર સ્માર્ટ સીટી તરફ ખરા અર્થમા આગળ ધપી રહ્યુ છે કેમકે રિવાબાની રજુઆતના પગલે નવા બસ પોર્ટમાટે કાર્યવાહી હાથ ધરાનાર છે આ અંગે રજુઆત કર્યાના વીસ જ દિવસમા પ્રતિસાદ મળતા માન.ભુપેન્દ્રભાઇ પટેલ નો ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા એ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે

- Advertisement -

જામનગર બસ ડેપોને વધુ સુવિધાસભર બનાવવાની તાતી જરૂર છે તે ધ્યાન ઉપર આવતા રિવાબા એ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇને લેખીત મુદાસર રજુઆત કરી હતી. ત્યારે જામનગર શહેરના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા આપવામાં આવેલી અરજીનો સ્વીકાર કરી, તે અંગેની કાર્યવાહી આગળ વધારવા બદલ આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરાયાનુ અખબારી યાદી મા જણાવાયુ છે

ગુજરાતના મુખ્યમંત્રીએ રિવાબાએ કરેલી રજુઆતનો સાનુકુળ અને ત્વરીત પ્રતિસાદ આપતા પત્ર લખ્યો કે જામનગર ખાતેના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા બાબતનો આપનો પત્ર મળેલ છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સારુ અધિક મુખ્ય સચિવ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગને મોકલી આપવામા આવ્યો છે

- Advertisement -

ઉલ્લેખનીય છે કે જામનગર શહેરને હજુ વધુ સુવિધાસભર અને સ્માર્ટ સીટી તરફ લઇ જવા નાગરીક સુવિધાના અનેક વિકાસ કાર્યો સુખાકારીની યોજનાઓ વગેરે ચાલુ છે અને અનેકવિધ કાર્યો ના આયોજનો કરવામા આવી રહ્યા છે ત્યારેજામનગર શહેરના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા આપવામાં આવેલી અરજીનો સ્વીકાર કરી, તે અંગેની કાર્યવાહી આગળ વધારવા બદલ આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીનો ખુબ ખુબ આભાર વધુ એક વખત 78 જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા એ વ્યક્ત કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular