વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અનુસંધાને જામનગર જિલ્લાના તમામ 5 વિધાનસભા મતદાર વિભાગોમાં મુખ્ય નિર્વાચીન અધિકારી, જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી તરફથી ચૂંટણી વિષયક કામગીરી આવેલ હોય અને તે પૈકી જે અધિકારી/કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજિસ્ટ્રેસ્ટના અધિકાર મળેલા નથી તેવા અધિકારીઓ/કર્મચારીઓને ચૂંટણી કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગના વંચાણ-1માં દર્શાવેલ જાહેરનામાં મુજબ જિલ્લા મેજિસ્ટ્રેસ્ટ ડો. સૌરભ પારઘી દ્વારા ચૂંટણી પંચની સૂચના મુજબ રાજકીય પક્ષો-ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર દેખરેખ-અંકુશ જળવાઈ રહે તે માટે ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના કરવામાં આવી છે.
ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમમાં અનુક્રમે કાલાવડ વિધાનસભા મતદાર વિભાગમાં વિસ્તરણ અધિકારી (પંચાયત) વિમલદાન માંડાભાઈ ગઢવી, વિસ્તરણ અધિકારી (સહકાર) એમ.એન.સોરઠીયા તેમજ અધિક મદદનીશ ઇજનેર મનીષભાઈ પરમાર, સેક્શન ઓફિસર હાર્દિક અકબરી,નાયબ કાર્યપાલક ઇજનેર હાર્દિક વાડોદરિયા, 77 જામનગર ગ્રામ્યમાં આસી. ઇજનેર દેવમુરારી ધવાલકુમાર રામપ્રસાદ, આઇ.પી.ઓ. ભટ્ટ દર્શિતભાઈ નિખિલ કુમાર, એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર કે.એસ. મૈયડ તેમજ એડી. આસિસ્ટન્ટ એન્જીનીયર વસરા બ્રીજેશકુમર રાજશીભાઇ, જુનિયર સેટેસ્ટીકલ ઓફિસર મીના વ્યાસ, સર્વેયર જાડેજા કુલદીપસિંહ વનરાજસિંહ, 78 જામનગર (ઉત્તર)માં આસી. ઇજનેર કૃપાલ કરશનભાઈ ધાનાણી, જીગર કૈલાશ કુમાર ચૌધરી, સાઇન્ટીફીક ઓફિસર મિતેષ મધુસૂદન પાગે તેમજ પ્રોફેસર એસ.એન.જોશી, વી.સી.શિખલિયા, સુરેશ અરજણ પીઠીયા, 79 જામનગર(દક્ષિણ) માં લેલચરર એમ.ડી. બગડા, કે.એન. નડીયાપરા, હાર્ટીકલ્ચર આસિસ્ટન્ટ કે.આર.પીપરોતર તેમજ આસિસ્ટન્ટ ડી.આઇ.એલ.આર કેતનભાઈ ભટ્ટ, આઇ.ઇજનેર જીલ પ્રફુલભાઈ કરડાણી, આસિસ્ટન્ટ સુપ્રિ. ફિશરીઝ જે.બી.બારડ, 80 જામજોધપુરમાં વિસ્તરણ અધિકારી એમ.એમ. દેલવાડિયા, જી.જી. મકવાણા તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર એમ. યુ. ઠાકર, એન.એચ.પટેલ તેમજ અધિક મદદનીશ ઇજનેર એ.એન. કણજારિયાની નિમણુક કરવામાં આવી છે.
આ ટીમોએ તેમની કામગીરી એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેસ્ટની ઉપસ્થિતિમાં કરવાની રહેશે. જેઓને એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટના અધિકારો હોદ્દાની રૂએ મળેલા છે તેવા નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓને અન્ય ફરજો ફાળવવામાં આવેલી છે. આવા કર્મચારીઓની મર્યાદિત સંખ્યાને ધ્યાનમાં લઇને સ્ટેટિક સર્વેલન્સ ટીમ માટે અન્ય ખાતાના કર્મચારીઓને ફરજો ફાળવવામાં આવી છે. આ કર્મચારીઓ એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટના અધિકારો હોદ્દાની રૂએ ધરાવતા નથી.
જે કર્મચારીઓની નિમણુક કરવામાં આવી છે તેઓ જે વિધાનસભા મતદાર વિભાગમાં નિયુક્ત થયેલ હોય તે વિસ્તારના કાર્યક્ષેત્રમાં વિધાનસભા ચૂંટણી-2022ની આચાર સંહિતા અમલમાં આવ્યાથી મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના રાજ્ય સરકારે આપેલ અધિકારો ભોગવવા અધિકૃત કરવામાં આવે છે. આ કર્મચારી/અધિકારીએ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારોનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહશે અને આ અધિકારોનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહશે. તેમજ તેમણે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીની સૂચના મુજબ ફરજો બજાવવાની રહેશે, તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારઘી દ્વારા જણાવવામાં આવ્યું છે.