Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાત500 વર્ષ બાદ પાવાગઢ મહાકાળી મંદિર પર ધ્વજારોહણ

500 વર્ષ બાદ પાવાગઢ મહાકાળી મંદિર પર ધ્વજારોહણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાવાગઢમાં માતાના ચરણોમાં શીશ નમાવી દેશ સેવાના આશિર્વાદ માગ્યા : મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી ભવ્ય મંદિર પરિસરનું લોકાર્પણ કર્યું

- Advertisement -

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતા હિરાબાના આશિર્વાદ મેળવ્યા બાદ સુપ્રસિધ્ધ પાવાગઢ યાત્રાધામમાં મહાકાળી માતાના દર્શન કરી વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ 500 વર્ષ બાદ પાવાગઢ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પાવાગઢ મંદિર ખાતે મોદીએ સંબોધન કર્યું છે. જેમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે આ મારા જીવનની ધન્ય પળ છે. માતાના ચરણોમાં શિશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું છે.

- Advertisement -

સપનું સિદ્ધી બનીને આંખોની સામે હોય તો આનંદ અલગ હોય. આઝાદીના 75 વર્ષ બાદ આજે ધ્વજારોહણ કરાયું છે. તથા 500 વર્ષ સુધી માતાના શિખર પર ધજા ન્હોતી ફરકતી. આ ક્ષણે આપણને નવી પ્રેરણા અને ઉર્જા મળી છે. તથા ગુપ્ત નવરાત્રિ પહેલા આ ભવ્ય મંદિર આપણી સામે છે. જેમાં ગુપ્ત નવરાત્રિ છે પણ શક્તિ ક્યારે લુપ્ત નથી હોતી. તેમજ 500 વર્ષ બાદ મંદ્રિના શિખર પર ધ્વજારોહણ કરાયું છે. આ ક્ષણે આપણને નવી પ્રેરણા અને ઉર્જા મળી છે. તથા આજે સદીઓ બાદ આ મંદિર આપણા મસ્તકને પણ ઉંચું કરે છે. તેમજ સદીઓ સુધી માતાના મંદિરમાં ધ્વજારોહણ ન થયું. આ શિખર ધ્વજ આપણી આસ્થાનું પણ પ્રતિક છે. સદીઓ અને યુગો ભદલાય પણ આસ્થાનું શિખર એ જ રહે છે. અયોધ્યા, કાથી અને કેદારનાથમાં ભવ્ય નિર્માણ થઇ રથું છે.

પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે. સાથે જ દુધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે. સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દુધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.

- Advertisement -

પાવાગઢનો ઇતિહાસ

ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે.પાવાગઢ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો.મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી દીધું હતું. મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે પાવાગઢનો વર્ષો જુનો ઇતિહાસ પાછો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular