જમીન કોંભાડમા સંડોવાયેલ ધર્મેશ મુળજી રાણપરીયા સહીત 5 લોકો સામે વ્યાજખોરી, બળજબરીપૂર્વકની ઉઘરાણી અને અપહરણનો ગુન્હો નોંધાયો હતો, જે ગુનામા પોલીસે આરોપીની અટકાયાત કરી કોર્ટમા રજુ કર્યા હતા.
ફરીયાદ મુજબ આરોપીઓએ વ્યાજે રૂપિયા આપ્યા બાદ વ્યાજ વસૂલવા, કારખાનાની મશીનો તથા કાર કબજે કરવા અને ફરીયાદીના પતિનું અપહરણ કરી આશરે 20 દિવસ સુધી ગોડાઉનમાં ગોંધી રાખવાના મામલે ધર્મેશ મુળજી રાણપરીયા, જેઠાભાઈ હાથલીયા, હરીશભાઈ ગંઢા, ઉપેન્દ્રાઇ ચાંદ્રા અને કીરીટભાઈ ગંઢા એમ કુલ પાંચ આરોપીઓ પોલીસે ફરીયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓને પકડી પાડેલ અને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી કોર્ટે 1 ઓક્ટોબર સાંજે 5 વાગ્યા સુધીનો રિમાન્ડ મંજૂર કર્યા છે.
View this post on Instagram


