જામનગર મહાનગરપાલિકા ની મિલકતવેરા શાખા દ્વારા મિલકતવેરો ન ભરનાર આસામીઓ વિરુધ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરુપે જામનગર શહેરના વિવિધ વોર્ડમાં રિક્વરી ટીમ દ્વારા મિલકતવેરો વસુલાત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. 5ના રોજ પાંચ જેટલી મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તેમજ 12 આસામીઓ પાસેથી રૂા. 7,79,947ની સ્થળ ઉપર વસુલાત કરવામાં આવી હતી.


