લાલપુરના સણોસરી ગામના પાદર પાસેથી પોલીસે પાંચ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10,240 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, લાલપુરના સણોસરી ગામના પાદર પાસે રોડ પર તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઈડ દરમિયાન દેવરખી સોમત ડાંગર, રામદે રાજા બંધિયા, ધીરુ નથુ સાગઠીયા, ગોવિંદ મધા ભેડા, દિપક નાથા સાગઠીયા સહિત પાંચ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10,240 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.