જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.53,500ની રોકડ અને એક કાર મળી કુલ રૂા.2,53,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુરમાંથી વર્લી મટકાના આંકડા લખતા શખ્સને રૂા.5850ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જામનગરના કિસાન ચોક વિસ્તારમાંથી વર્લીના આંડકા લખતા શખ્સને પોલીસે રૂા.1170ની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ખોડિયાર કોલોની કામદાર કોલોની વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન ચંદુ વસરામ અસવાર, વિજયસિંહ ગગુભા ચુડાસમા, ભીખુભા ગુલાબસિંહ જાડેજા, માનસંગ ધિરૂભા કછવા, મહાવિરસિંહ મનુભા કછવા સહિતના પાંચ શખ્સોને રૂા.53,500ની રોકડ રકમ અને 2 લાખની કિંમતની ઇકો કાર સહિત રૂા.2,53,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો લાલપુર ગામમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમાડતા સાજીદ સબી શેખ નામના શખ્સને સ્થાનિક પોલીસે રૂા.1850ની રોકડ રકમ અને રૂા.4000ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.5850ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરના કિસાન ચોક પાછળ આવેલાં ખફી જમાત ખાના નજીક જાહેરમાં વર્લી મટકાના આંકડા લખતાં હુસેન ઉર્ફે હુસી જમાલ શેખ નામના શખ્સને રૂા.1170ની રોકડ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.