Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા પાંચ શખ્સો ઝબ્બે

જામનગર શહેરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા પાંચ શખ્સો ઝબ્બે

શંકરટેકરીમાંથી તીનપતિ રમતા છ શખ્સ ઝડપાયા : લાલપુરમાંથી બે વર્લીબાજ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના કોટવાડફળી વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.12,280 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના શંકરટેકરીમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.10030 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં આશાપુરા મંદિરની સામે આવેલી કોટવાડ ફળીમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે ઘોડીપાસાનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફે રેઈડ દરમિયાન અજય લક્ષ્મણ પરમાર, રફિક રજાક અગવાન, અસગર ઈબ્રાહિમ કુરેશી, ઈમ્તિયાઝ અનવર સોરઠીયા અને મકસુદ હારૂન ચાકી સહિતના પાંચ શખસોને રૂા.12850 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ટમુભા બચુભા પરમાર, વિજય અમુભાઈ સોલંકી, અશોક વશરામ ડાભી, હિતેશ કારુ સવસલિયા, મેઘજી ખોડા ચોપડા, દિપક જીતુ નાખવા સહિતના છ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા. 10,030 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, લાલપુરમાં માર્કેટીંગ યાર્ડ પાસેથી વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા જગદીશ મગન સુતરીયા નામના શખસને રૂા.440 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. ચોથો દરોડો, લાલપુરના ધરારનગર ગોહિલવાસમાંથી વર્લીના આંકડા લખતા જયસુખ પાલા ખરા નામના શખ્સને લાલપુર પોલીસે રૂા. 210 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular