જામનગર શહેરના ખેતીવાડી વુલનમીલ વિસ્તારમાં રહેતાં મહિલા ઉપર પાંચ શખ્સોએ જમીન વેચાતી આપી દેવા માટે છરી અને લાકડીના ઘા ઝીંકી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખેતીવાડી વુલનમીલ પાસેના સિધ્ધાર્થનગર શેરી નં.4 મા રહેતા રામીબેન ધનજીભાઈ પરમાર નામના મહિલા ઉપર ગુરૂવારે રાત્રિના સમયે રાહુલ ઉર્ફે ગુઢો સુરેશ વરણ, જીણો સુરેશ વરણ, રમેશ વરણ, રાજીબેન રમેશ વરણ અને બેનાબેન રમેશ વરણ નામના પાંચ શખ્સોએ એકસંપ કરી મહિલા સાથે ઝઘડો કરી જમીન વેચાતી આપી દેવા માટે ધમકાવી છરીનો ઘા ઝીંકી લાકડી વડે હુમલો કર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી જમીન વેંચાતી નહીં આપો તો પતાવી દેશું તેવી ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા મહિલા સહિત બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં બનાવની જાણ થતા પીએસઆઇ આર.કે.ખલીફા તથા સ્ટાફે બે મહિલા સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.