Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દિગ્વિજય પ્લોટમાં યુવાન ઉપર પાંચ શખ્સનો સશસ્ત્ર હુમલો

જામનગરના દિગ્વિજય પ્લોટમાં યુવાન ઉપર પાંચ શખ્સનો સશસ્ત્ર હુમલો

છરી, પાઇપ અને તલવાર વડે હુમલો: યુવાનને ગંભીર હાલતમાં જી.જી.હોસ્પિટલ ખસેડાયો

- Advertisement -

જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં યુવાન ઉપર પાંચ શખ્સોએ છરી, પાઇપ અને તલવાર વડે હુમલો કરતાં યુવાનને ગંભીર હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવાસ પાસેના વિસ્તારમાં રહેતાં ધરમ અશોકભાઇ કટારમલ (ઉ.વ.25) નામનો યુવાન આજે સાંજે દિગ્વિજય પ્લોટ શેરી.નં.58માંથી પસાર થતો હતો તે દરમ્યાન પાંચ અજાણ્યા શખ્સોએ યુવાનને આંતરીને છરી, પાઇપ, તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ હુમલાખોરો નાશી ગયા હતાં ત્યારબાદ ઘવાયેલા યુવાનને ગંભીર હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular