જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની એએસઆઇ વાય. એ. જાડેજા, હે.કો. એસ. એમ. જાડેજા અને એમ. બી. સદાદિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી, પીઆઇ એમ. બી. ડાભી, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, હે.કો. શિવભદ્રસિંહ જાડેજા, રવિભાઇ બુજડ, ખિમશીભાઇ ડાંગર, નારણભાઇ સદાદિયા, દેવેનભાઇ ત્રિવેદી, રાજેશભાઇ બથવાર, પો. કો. વનરાજભાઇ ખવડ, મયૂરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, પ્રવીણભાઇ પરમાર સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન રામનગર શેરી નંબર 8માંથી જુગાર રમતા ભરત કરમશી ચોપડા, રામ પોલા વશરા, ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા તથા બે મહિલા સહિતના પાંચ વ્યક્તિઓને તીનપત્તીનો જુગાર રમતા રૂા. 32,350ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો લાલપુર તાલુકાના ખળખંભાળિયા ગામમાં નાગમતિ નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતાં એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન અજય મનસુખ કમેજારિયા, સંજય લાલજી કમેજારિયા, અશ્ર્વિન જમન કમેજારિયા, રમેશ રવજી કમેજારિયા, હબીબ જીવા થૈયમ નામના પાંચ શખ્સોને રૂા. 19,200ની રોકડ રકમ અને રૂા. 10,500ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 29,700ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર તાલુકાના મોરકંડાધાર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રમેશ શામજી વીરમગામા, ભીખુ વેરશી માંડવિયા, શંકર જગદિશ દેગામા, પીન્ટુ જલાસમારવા, જગદિશ લાલજી ચૌહાણ નામના પાંચ શખ્સોને રૂા. 10,420ની રોકડ રકમ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતા.
ચોથો દરોડો ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસે બાવળની ઝાડીમાંથી તીનપત્તીનો જુગાર રમતાં કનુ પબા બાંભવા, હાજી હાસમ સુમારિયા નામના બે શખ્સોને રૂા. 2130ની રોકડ તથા ગંજીપત્તા સાથે ઝડપી લઇ નાશી ગયેલા સોમા ધુસા ચાવડિયા, રાજુ ટીડા ઝાપડા સહિતના ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો જામનગર શહેરના ધરારનગર આવાસ પાસેથી સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન વર્લી મટકાના આંકડા લખી હારજીત કરતાં અલ્તાફ ઇશાક ગાળા નામના શખ્સને વર્લીના સાહિત્ય તથા રૂા. 1410ની રોકડ અને રૂા. 5 હજારનો મોબાઇલ મળી કુલ રૂા. 6410નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


