લાલપુર તાલુકાના સણોસરી ગામમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન પાંચ શખ્સોને રૂા.10,240 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
જૂગારદરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના સણોસરી ગામના પાદરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન દેવરખી સોમાત ડાંગર, રામદે રાજા બંધિયા, ધીરુ નથુ સાગઠીયા, ગોવિંદ મધા ભેડા, દિપક નાથા સાગઠીયા સહિતના પાંચ શખ્સોને રૂા.10240 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.