રાજકોટમાં TRP ગેઈમ ઝોનમાં બનેલ આગજનીની ગોઝારી દુર્ઘટના બાદ રાજય સરકારની સુચના મુજબ જામનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિ. કમિશનર ડી. એન. મોદીની સુચના તથા માર્ગદર્શન મુજબ નાયબ કમિશનર, સીટી એન્જીનીયર, ચીફ ફાયર ઓફિસર દ્વારા તા. 28/05/2024 ના રોજ 8 ટીમો જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે તથા 1 ટીમ જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ (જાડા) ના વિસ્તારો માટે રચવામાં આવી હતી. આ ટીમો દ્વારા હોસ્પીટલ્સ, શૈક્ષણિક સંકુલ, સિનેમા/ મોલ્સ, ટયુશન કલાસીસ, હોટલ/ રેસ્ટોરન્ટસ વિગેરેમાં ફાયર એન.ઓ.સી./ રીન્યુઅલ, વપરાશ પરવાનગી વિગેરે બાબતેની ચકાસણી તા.28/05/2024 થી શરૂ કરવામાં આવી હતી.
તા. 05/06/2024 ના બપો2થી તા. 06/06/2024 ના બપોર સુધીમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલ રેસ્ટોરન્ટસ કે જેમાં ફાયર એન.ઓ.સી. કે બી.યુ. પરમીશન ન હોય, તેવી કુલ 5 રેસ્ટો2ન્ટસ સીલ કરવામાં આવી હતી. તેમજ જુદા-જુદા વિસ્તારોમાં કુલ 1 જેટલી સ્કલ તથા 3 ટયુશન કલાસીસ સીલ કરવામાં આવી હતી. જેમાં ખીજડિયા બાયપાસ પાસે જય માતાજી હોટલ, ગુલાબનગર પાસે ઈન્ડિયન, બુખારીશા રેસ્ટોરન્ટ, રાજકોટ રોડ પર અતિથી રેસ્ટોરન્ટ, ટવીન્કલ રેસ્ટોરન્ટ, ક્રિષ્ના સ્કૂલ, મહારાજા સોસાયટીમાં સાન કલાસીસ, સેટેલાઈટ પાર્કમાં સમર્થ કલાસીસ, અંડર બ્રિજ પાસે લીટલ વર્લ્ડ પ્લેહાઉસ સહિતની મિલકતો સીલ કરવામાં આવી છે.
તા. 06/06/2024 ના બપોર સુધીમાં કુલ 72 – શાળાઓ, 58 તથા 39 ટયુશન કલાસીસ, 22 હોસ્પીટલ્સ(પાર્ટ) હોટલ/ રેસ્ટોરન્ટસ એમ કુલ મળી 191 પ્રોપર્ટીઝ સીલ કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા ધ્વારા આગામી દિવસો પણ ફાયર એન.ઓ.સી, વપરાશ પરવાનગી કે ફાયર એન.ઓ.સી. રીન્યુઅલ ન કરેલ હોય તેવી તમામ ઓકયુપન્સીમાં સીલીંગની કામગીરી ચાલુ રહેશે.