જામનગરના જેન્તીભાઇ વેલજીભાઇ ભીંડીને ધંધામાં નાણાની જરુરીયાત ઉપસ્થિત થતાં તેમણે ફરિયાદી ભાવેશભાઇ કાંતિભાઇ ફલીયા પાસેથી મિત્રતા સંબંધના દાવે રૂા. 50,000 હાથ ઉછીના લીધા હતાં અને સિક્યુરીટી પેટે તેમણે ફરિયાદીને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા, જામનગર શાખાનો રૂા. 50,000નો ચેક આપ્યો હતો.
આ કામના ફરિયાદીએ વેપારી જેન્તીલાલ વેલજીભાઇ ભીંડીને ઉછીના લીધેલ નાણા પરત આપવા અનેક વખત જણાવેલ હતું. પરંતુ તેઓ ટૂંકસમયમાં ચૂકવી આપશે. તેવા ખોટા બહાનાઓ આપવા અનેક વખત જણાવેલ હતું. પરંતુ તેઓ ટૂંકસમયમાં ચૂકવી આપશે તેવા ખોટાબહાનાઓ બનાવ્યા રાખતા હતાં. છેવટે વેપારી જેન્તીભાઇ વેલજીભાઇ ભીંડીએ તેમણે ફરિયાદીને આપેલ રૂા. 50,000નો ચેક તેમના ખાતામાં નાખી ક્લિયર કરાવાવનું જણાવેલ હતું. આથી ફરિયાદી ભાવેશભાઇ કાંતિભાઇ ફલીયાએ તેમના ધી નવાનગર કો.ઓ. બેંક, દિ.પ્લોટ શાખાનો ચેક નાખતા તે ચેક તા. 29-8-19ના રોજ ફંડ અનસફિશીયન્ટના શેરા સાથે પરત આપ્યો હતો. જેથી આ કામના ફરિયાદીએ સોની વેપારી જેન્તીભાઇ વેલજીભાઇ ભીંડીને ચેક રિર્ટન અંગે જાણ કરતાં તેઓ પાસે હાલ કોઇ રકમ ન હોય અને તેમણે જે કાંઇ કાયદાકીય પ્રોસિજર કરવી હોય તે કરવા જણાવેલ હતું. જેથી ભાવેશ કાંતિભાઇ ફલિયાએ એડવોકેટ મારફત લીગલ નોટીસ આપી હતી. જે નોટીસ જેન્તીભાઇ વેલજીભાઇ ભીંડીને મળ જવા છતાં તેમણે ફરિયાદીને રૂા. 50,000 ચૂકવેલ ન હતાં. આથી ફરિયાદી ભાવેશ કાંતિભાઇ ફલીયા દ્વારા જામનગરની કોર્ટમાં ધી નેગો. ઇન્સ્ટ્રુ. એકટ કલમ-138 અન્વયેની ફોજદારી ફરિયાદ 8855/19થી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટ સોની વેપારી સામે ધોરણસરની સમન્સ નોટીસ ઇસ્યૂ કરતાં જે સમન્સ નોટીસ સોની વેપારી જેન્તીભાઇ ભીંડીને ધોરણસર બજી ગયેલ અને તેમણે તેમના બચાવ માટે વકીલ મારફત હાજર થયા હતાં. ફરિયાદી ભાવેશભાઇ કાંતિભાઇ ફલિયા તરફથી જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી અશોકભાઇ નંદાએ દલીલો તથા સાઇટેશનો રજૂ કરેલ હતાં. જે કોર્ટે ધ્યાને લઇ આરોપી સોની વેપારી જેન્તીભાઇ વેલજીભાઇ ભીંડીને ધી ગેનો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138ના ગુના સબબ તેમજ સીઆરપીસી ક. 255(2) અન્વયે તકસીરવાર ઠરાવી પાંચ માસની સાદી કેની સજાનો હુકમ તેમજ ચેકની રૂા. 50,000 ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો તેમજ જો વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે જામનગરના સિનિ. એડવોકેટ અશોકભાઇ નંદા તથા તેની સાથે એસો. એડ. પૂનમબેન પરમાર રોકાયેલ હતાં.