ખંભાળિયાથી આશરે પંદર કિલોમીટર દૂર આવેલા કેશોદ ગામે એક મંદિર નજીક બાવળની ઝાડી હેઠળ બેસી અને જાહેરમાં પત્તા કૂટતા હારુન ઓસમાણ ખફી, રફીક હારુન ખાફી, અરજણ ભીખા કણજારીયા, ચંદુ માંડણ કણજારીયા અને ગોપાલ કાના પરમાર નામના પાંચ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા.15,800 રોકડા તથા રૂપિયા 25 હજારની કિંમતનું એક મોટરસાયકલ અને બે હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા.42,800 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.