જામનગર તાલુકાના કાલાવડ ના સણોસરા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.16,250 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના કાલાવડ તાલુકાના સણોસરામાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન જીતેન્દ્રભાઈ મુળજીભાઈ પટેલ, નવાજભાઈ મામદભાઈ મુદ્રાખ, હનીફભાઈ ઉમરભાઈ અભેસરા, જાવીદભાઈ ઉમરભાઈ નોતિયાર, હબીબભાઈ હુસેનભાઈ સણોસરા નામના પાંચ શખ્સોને રૂા.15,250 ની રોકડ રકમ તેમજ 500 નો એક મોબાઇલ અને ગંજીપના મળી કુલ રૂા. 16,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ સામે જૂગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


