જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં મેલડી માં ના મંદિર પાસે રહેતાં યુવાનનું તાવ અને લોહીની ઉલ્ટીઓ થતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જામનગર તાલુકાના અલિયા અને સપડા ગામની વચ્ચેના માર્ગ પર બેશુધ્ધ થઇ જતાં યુવાનનું મોત નિપજયું હતું. જામનગર શહેરના ખંભાળિયા નાકા પાસે જુની પોસ્ટ ઓફિસ રહેતાં મહિલાને હ્રદય રોગનો હુમલો આવતાં જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. કાલાવડ નાકા બહાર આવેલાં ગરીબ નવાઝ સોસાયટીમાં યુવાનની તબિયત લથડતાં મોત નિપજયું હતું. જામનગરના પંચેશ્ર્વરટાવર વંડાફળી વિસ્તારમાં રહેતાં પ્રૌઢાનું છાતીમાં દુખાવા થવાથી મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલાં મેલડી માં ના મંદિર નજીક રહેતાં અને નોકરી કરતાં લાલદાસ નાથુલાલ દેસાણી(ઉ.વ.30) નામના યુવાને છેલ્લાં એક સપ્તાહથી તાવ આવતો હતો અને આ તાવ દરમ્યાન લોહીની ઉલ્ટીઓ થતાં તબિયત લથડતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની સરોજબેન દ્વારા જાણ કરાતાં એએસઆઇ એમ.પી.ગોરાણીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, શહેરના ગુલાબનગરના યોગેશ્ર્વરનગરમાં રહેતાં કનુભાઇ દેવરાજભાઇ બરબચીયા(ઉ.વ.34) નામના યુવાન રવિવારે સવારના સમયે તેના ખેતરે ગાયોને ધાસ નાખવા ગયો હતો તે દરમ્યાન અલિયા અને સપડા ગામની વચ્ચેના સીમ વિસ્તારમાં કોઇ કારણરસ બેશુધ્ધ થઇ જતાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયું હતું. આ અંગેની મૃતકના પિતા દેવરાજભાઇ દ્વારા જાણ કરતાં પીએસઆઇ જે.કે.રાઠોડ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરના ખંભાળિયા નાકા પાસે આવેલી જુની પોસ્ટ ઓફિસ નજીક રહેતાં ઇલાબેન ભરતભાઇ કોટક(ઉ.વ.40) નામના મહિલાને રવિવારે રાત્રીના સમયે એકાએક પેટમાં તથા છાતીમાં દુ:ખાવો થવાથી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેણીનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પતિ ભરતભાઇ દ્વારા જાણ કરતાં હેકો. ડી.એમ.જાડેજા તથા મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો બનાવ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલાં ગરીબ નવાઝ સોસાયટીમાં અયુબભાઇ આદમભાઇ ભાયા(ઉ.વ.45) નામનો યુવાનને તેમના બહેનના ઘર પાસે રવિવારે રાત્રીના સમયે એકાએક તબિયત લથડતાં 108 એમ્બ્યુલન્સમાં જી.જી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની અલી ભાયા દ્વારા જાણ કરતાં હેકો. ડી.એમ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો બનાવ, જામનગર શહેરમાં પચેશ્ર્વર ટાવર પાસેના વંડા ફળી ગરબી ચોક શેરી.2માં રહેતાં મીનાબેન મુકેશભાઇ ત્રિવેદી(ઉ.વ.57) નામના પ્રૌઢાને રવિવારે રાત્રીના સમયે તેણીના ઘરે હ્રદય રોગનો હુમલો આવતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેણીનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પતિ મુકેશભાઇ દ્વારા જાણ કરતાં હેકો. ડી.એમ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.