Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયતેલંગાણામાં મતદાન પૂર્વે પાંચ કરોડની રોકડ ઝડપાઇ

તેલંગાણામાં મતદાન પૂર્વે પાંચ કરોડની રોકડ ઝડપાઇ

- Advertisement -

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જ્યારે કારચાલકને આ રોકડ વિશે પૂછવામાં આવ્યું તો તે કોઈ હિસાબ ન આપી શક્યો. પોલીસે આ મામલે 3 લોકોની અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું કે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાં બે સુટકેસ મળી આવ્યા હતા. જ્યારે તેને ખોલીને જોયા તો પોલીસના હોશ જ ઊડી ગયા. પોલીસે રોકડ જપ્ત કરી અને તેને આવકવેરા વિભાગને સોંપી દીધી. અગાઉ ચૂંટણીપંચે જણાવ્યું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદથી અત્યાર સુધીમાં આશરે 1760 કરોડ રૂપિયાની બેહિસાબી રોકડ જપ્ત કરી લેવામાં આવી હતી. આ રકમ 2018માં આ પાંચ રાજ્યોમાં મળી આવેલી રોકડ કરતાં 7 ગણી વધુ છે. ચૂંટણીપંચ રાજ્ય અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ સાથે મળીને આ પ્રકારની કાર્યવાહીને અંજામ આપે છે. માહિતી અનુસાર ચૂંટણીની જાહેરાત બાદથી મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાંથી 1760 કરોડ રુપિયા જપ્ત કરાયા હતા. જોકે 2018માં આ રકમ 239.15 કરોડ રૂપિયા હતી. અગાઉ ગુજરાત, હિમાચલ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકથી ચૂંટણી પંચે 1400 કરોડ રૂપિયાથી વધુની બેહિસાબી રોકડ જપ્ત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular