8 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફિઝીયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવે છે. જામનગરમાં પણ આજરોજ વર્લ્ડ ફિઝીયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં પણ વર્લ્ડ ફિઝીયોથેરાપી ડે નિમિત્તે ફીટનેસ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સરકારી ફિઝીયોથેરાપી કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો અને વિવિધ ફિઝીયોથેરાપી કસરતો કરી હતી. તથા ફીટનેસ ટેસ્ટ આપી હતી.